આપણું શરીર પરમેશ્વરનું મંદિર હોવાથી, જેને પરમેશ્વરે પોતાના લોહીથી ખરીદ્યું છે, તેથી આપણે તે ઇઝરાયલીઓની જેમ ન વર્તવું જોઈએ જેમને શેતાન દ્વારા લલચાવી દેવામાં આવ્યા હતા અને અરણ્યમાં તેમની મુસાફરીના અંતમાં વ્યભિચારમાં લિપ્ત થયા હતા અને એસાવની જેમ જેણે ભૂખના કારણે પોતાનો પ્રથમજનિતના અધિકાર વેચી દીધો હતો. આપણે આ દુષ્ટ અને વ્યભિચારી દુનિયાને નહિ, પરંતુ પરમેશ્વરને અનુસરતું ન્યાયી જીવન જીવવું જોઈએ.
જ્યારે દુનિયા પાપ અને વ્યભિચારથી ભરેલી હોય છે, ત્યારે પરમેશ્વર સંસારનો ન્યાય કરે છે. જેમ પરમેશ્વરે નૂહના દિવસોમાં પાણીથી અને સદોમ અને ગમોરાના દિવસોમાં દુષ્ટ પેઢીનો ન્યાય અગ્નિથી કર્યો હતો, તેમ પરમેશ્વરે પ્રબોધકોના માધ્યમથી ભવિષ્યવાણી કરી કે તે આ દુષ્ટ અને વ્યભિચારી પેઢીનો ન્યાય અગ્નિથી કરશે, અને પોતાના સંતાનોને પવિત્ર અને ઈશ્વરીય જીવન જીવવાનું શીખવ્યું.
તેથી તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે. . . . માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? . . . તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. 2 પિતર 3:6–12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ