પ્રાયશ્ચિતનો દિવસ તે મહાન દિવસ છે જ્યારે લોકો અને યાજકોના બધા પાપોને ક્ષમા કરવામાં આવે છે. ઇસ્રાએલી પરમેશ્વરની કૃપાને ભૂલી ગયા અને સોનાના વાછરડાની મૂર્તિની પૂજા કરીને પાપ કર્યું. એટલે મૂસાએ પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી દસ આજ્ઞાઓની પ્રથમ શિલાપાટીઓ નો ભંગ કર્યો. ઇસ્રાએલીઓએ તેમના પાપોનો પસ્તાવો કર્યો અને પરમેશ્વરે તેમને દસ આજ્ઞાઓની બીજી શિલાપાટીઓ આપી; આ દિવસ પ્રાયશ્ચિતના દિવસની ઉત્પત્તિ બની ગયો.
જૂના કરારમાં, પ્રાયશ્ચિતના દિવસ સુધી ઇઝરાયેલના બધા પાપોને અસ્થાયી રૂપથી પવિત્રસ્થાનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. આજે, આપણા બધા પાપ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને સોંપવામાં આવ્યા છે, જે પવિત્રસ્થાનની વાસ્તવિકતા છે. પછી, પ્રાયશ્ચિતના દિવસે, આપણા બધા પાપ શેતાનને સોંપવામાં આવે છે, જે પાપનો જન્મદાતા છે. છેવટે, શેતાનનો ન્યાય હાડેશમાં, એટલે નર્કમાં કરવામાં આવશે, અને ત્યાં સુધીમાં, બધા પાપ નષ્ટ થઇ જશે.
અને યહોવાએ મૂસાને કહ્યું, “પરંતુ આ સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ છે; એ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો, ને તમારે આત્મકષ્ટ કરવું; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો.”
લેવીય 23:26-27
બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!”
યોહાન 1:29
અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જયાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે.
પ્રકટીકરણ 20:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ